Saturday 1 January 2022

ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ફરજો અને સત્તાઓને ઓડિટનાં સંદર્ભમાં પરિભાષિત કરીને, તેને વહીવટીતંત્રના નિયંત્રણમાંથી મુક્ત રાખવા માટે બંધારણમાં શું શું  જોગવાઈ કરવામાં આવી છે ? સમજાવો.

 ભારતના બંધારણની કલમ 148 ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ માટે પ્રાવધાન કરે છે, જેઓ ભારત સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર-રાજ્યોના રાજસ્વમાંથી ભંડોળ પૂરું પાડવામાં આવતી તમામ સંસ્થાઓ, પ્રાધિકરણ, સરકારી કંપનીઓ, કોર્પોરેશનો વગેરેનું ઓડિટ કરે છે, આ હેતુ માટે સી.એ.જી ને અમુક ફરજો અને સત્તાઓ ભારતનાં બંધારણમાં આપવામાં આવી છે.



CAG (ફરજ, સત્તા અને સેવાની શરતો) અધિનિયમ 1971 અને 1976 માં સુધારા દ્વારા CAG ને સત્તા આપવામાં આવી છે, જેના આધારે તે ભારતના સંકલિત ભંડોળ અને તેમની આવક અને ખર્ચ સાથે સંબંધિત તમામ એકમોની તપાસ કરે છે. ભારતનાં  આકસ્મિક, જાહેર ખાતા તેમજ રાજ્યોના આકસ્મિક અને જાહેર ખાતામાં તમામ ખર્ચની તપાસ કરે છે, કેન્દ્ર અને રાજ્યના ખાતાનું માળખું બનાવવાનાં સંદર્ભમાં રાષ્ટ્રપતિને સલાહ આપે છે, કેન્દ્રના ખાતાનાં હિસાબ સંબંધી અહેવાલ રાષ્ટ્રપતિ દ્વારા સંસદના બંને ગૃહમાં અને રાજ્યોના હિસાબોનો અહેવાલ રાજ્યપાલ દ્વારા રાજ્યની વિધાનસભામાં રજુ કરે છે અને રાજ્ય વિધાનસભામાં તેમજ સંસદની જાહેર હિસાબ સમિતિના સલાહકારની ભૂમિકામાં પણ મહત્વનો ભાગ ભજવે છે.


બંધારણમાં આવા તમામ કાર્યોને સ્વતંત્ર અને કારોબારીના નિયંત્રણથી તેમને મુક્ત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે -


સંસદના બંને ગૃહોની વિશેષ બહુમતી અને ગેરવર્તણૂક અને અસમર્થતાના આધારે સી.એ.જીને એવી જ રીતે તેમને પોતાના પદ પરથી દૂર કરવામાં આવે છે જેવી રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ તેમની ઓફિસમાંથી દૂર કરવામાં આવે છે.


સી.એ.જી નું વહીવટી કામ, પગાર, ભથ્થાં, પેન્શન વગેરેની ચૂકવણી સીધી ભારતના કોન્સોલિડેટેડ ફંડમાંથી કરવામાં આવે છે અને તે કોઈપણ સંજોગોમાં કાપી શકાતી નથી,

CAGનાં કાર્યકાળની મુદત રાષ્ટ્રપતિનાં પ્રસાદપર્યંત રાખવામાં આવતી નથી.


કોઈપણ દબાણ કે ભય વિના નિષ્પક્ષપણે પોતાની ફરજો નિભાવવા, બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ રાષ્ટ્રપતિ સમક્ષ દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાના રક્ષણના શપથ લે છે અને બંધારણીય હોદ્દા હોવાના કારણે, તેઓ તેમની નિષ્પક્ષ ફરજો માટે શપથ લે છે. ભારતીય બંધારણમાં આવી કેટલીક વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી  સી.એ.જીનું પદ વહીવટીતંત્ર થી મુક્ત રહે.

No comments:

Post a Comment

Cropping Intensity એટલે શું?

વિષય : Agriculture Cropping Intensity એટલે ખેડૂત દ્વારા એક જ ક્ષેત્ર અને એક જ વર્ષમાં જુદા જુદા સમયાંતરે (રવી, ખરીફ, જાયદ) લીધેલ વિવિધ પાકના...