Monday 3 January 2022

ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એટલે શું? ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગની જરૂરીયાત શા માટે? અને ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગથી થતાં લાભો અને તેની સામેનાં પડકારોનું વર્ણન કરો.

ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એ પારંપરિક ભારતીય કૃષિ પધ્ધતિ પર આધારિત છે, આ કૃષિ પધ્ધતિમાં કૃષિ ખર્ચ જેવા કે કીટનાશકો, રાસાયણિક ખાતરો, ગહન સિંચાઈની જરુરીયાત રહેતી નથી અને કોઈપણ પાકનાં ઉત્પાદન પરનો ખર્ચ અંતે ઝીરો રહે છે.

ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગમાં ગૌવંશનાં છાણ અને તેના અવશિષ્ટ પદાર્થોથી જીવામૃત અને બીજામૃત બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ખેતરમાં કરી માટીમાં પોષક તત્વોનાં વધારાની સાથે જૈવિક ઘટકોનો વધારો કરી જમીનની ગુણવત્તામાં વધારો કરી શકાય છે.
આ કૃષિ પધ્ધતિમાં ખેડાણનાં સ્થાને પાકનાં અવશેષોને જમીન પર આચ્છાદિત કરી તેનું તાપમાનનું નિયંત્રણ અને તેમાં રહેલી ભેજનું બાષ્પીભવન થતાં રોકવામાં આવે છે.

ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ જરૂરીયાત શા માટે ?

  • ખેડૂતોનાં વધતાં જતાં કૃષિ ખર્ચ, કૃષિ લોન અને વધતી જતી નિર્ભરતાને ઓછી કરવા માટે.
  • વધુ પડતાં રાસાયણિક ખાતરો, કીટનાશકોનાં ઉપયોગના નિયંત્રણ માટે.

ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગનાં લાભો.

  • રાસાયણિક ખાતરનો વપરાશ મર્યાદિત કરીને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળશે.
  • કૃષિ માટે ઇનપુટની મર્યાદિત કિંમત
  • જમીનની ગુણવત્તામાં વધારો થશે
  • લોનનું ભારણ ઓછું થશે.
  • સ્થાનિક કૃષિમાં વિવિધતા જોવા મળશે
  • પરંપરાગત જ્ઞાનને પ્રોત્સાહન મળશે.

પડકારો

  • ઓછાં લાભનાં કારણે ખેડૂતો ફરીથી રાસાયણિક કૃષિ તરફ વધી રહ્યા છે.
  • આ પૂર્ણપણે શૂન્ય બજેટની ખેતી નથી. વિજળી, પશુની સારસંભાળ, શ્રમિકોનો ખર્ચ શામેલ છે.
  • ભારતમાં જમીનનાં વિવિધ પ્રકારો હોવાથી તેમાં રહેલા પોષક તત્વોનાં પ્રમાણ ખૂબ જ ઓછા અને અસમાન રીતે વિતરીત થયેલ છે.

(નોંધ : આર્ટીકલ પરિવર્તન યોગ્ય છે)

No comments:

Post a Comment

Cropping Intensity એટલે શું?

વિષય : Agriculture Cropping Intensity એટલે ખેડૂત દ્વારા એક જ ક્ષેત્ર અને એક જ વર્ષમાં જુદા જુદા સમયાંતરે (રવી, ખરીફ, જાયદ) લીધેલ વિવિધ પાકના...