ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એ પારંપરિક ભારતીય કૃષિ પધ્ધતિ પર આધારિત છે, આ કૃષિ પધ્ધતિમાં કૃષિ ખર્ચ જેવા કે કીટનાશકો, રાસાયણિક ખાતરો, ગહન સિંચાઈની જરુરીયાત રહેતી નથી અને કોઈપણ પાકનાં ઉત્પાદન પરનો ખર્ચ અંતે ઝીરો રહે છે.
ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગમાં ગૌવંશનાં છાણ અને તેના અવશિષ્ટ પદાર્થોથી જીવામૃત અને બીજામૃત બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ખેતરમાં કરી