Thursday 6 January 2022

Cropping Intensity એટલે શું?

વિષય : Agriculture

Cropping Intensity એટલે ખેડૂત દ્વારા એક જ ક્ષેત્ર અને એક જ વર્ષમાં જુદા જુદા સમયાંતરે (રવી, ખરીફ, જાયદ) લીધેલ વિવિધ પાકનાં વિસ્તારનાં ગુણોત્તરને પ્રતિશત દ્વારા દર્શાવવાની પધ્ધતિ. 

અર્થાત, ફોર્મ્યુલા મુજબ
Cropping Intensity = કુલ પાક વિસ્તાર/ ચોખ્ખો વાવણી યોગ્ય વિસ્તાર × 100
Cropping Intensity = Gross Cropp Area/ Net Sown Area × 100 

સમજૂતી :

ધારો કે આપણી પાસે 10 હેક્ટર જમીન છે, તો એક જ વર્ષમાં અલગ અલગ સમયાંતરે
>રવી પાક 10 હેક્ટર વિસ્તારમાં લીધો
> ખરીફ પાક 6 હેક્ટર વિસ્તારમાં લીધો 
> ઝાયદ પાક 4 હેક્ટર વિસ્તારમાં લીધો 
તો કુલ પાક વિસ્તાર એક વર્ષમાં 10+6+4 = 20 હેક્ટર જેટલો થાય છે. 
પરંતુ આપણી પાસે તો ચોખ્ખી 10 હેક્ટર વિસ્તાર જેટલી જ જમીન હતી. એટલે ચોખ્ખાં 10 હેક્ટર વિસ્તારની જમીનમાં આપણે એક જ વર્ષમાં કુલ 20 હેક્ટર વિસ્તારની જમીનમાં પાક કરી શકાય તેટલો પાક લીધો. તેથી ફોર્મ્યુલા મુજબ તેમના ગુણોત્તરને 100 વડે ગુણતા પ્રતિશત માં ક્રોપિંગ ઈન્ટેન્સીટી મળે છે. 


Cropping Intensity = Gross Cropp Area/ Net Sown Area × 100
= (10+6+4)/10 × 100
=(20/10) × 100
= 200 % 

>વર્ષ 2021 માં ભારતમાં ક્રોપિંગ (cropping) ઈન્ટેન્સીટી 136 % છે. 
>Cropping Intensity ને પ્રભાવિત કરતાં કારકો વરસાદ, સિંચાઈ વગેરે હોય શકે. 

#GPSC #UPSC

No comments:

Post a Comment

Cropping Intensity એટલે શું?

વિષય : Agriculture Cropping Intensity એટલે ખેડૂત દ્વારા એક જ ક્ષેત્ર અને એક જ વર્ષમાં જુદા જુદા સમયાંતરે (રવી, ખરીફ, જાયદ) લીધેલ વિવિધ પાકના...